Ezekiel 20:44 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રભુ યહોવાહ કહે છે કે, હે ઇઝરાયલી લોકો, તમારાં આચરણ તથા તમારાં દુષ્ટ કૃત્યો પ્રમાણે, હું મારા નામની ખાતર તમારી સાથે આવું નહિ કરું!'" ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હે ઇઝરાયલ, જ્યારે હું તમારી સાથે તમારાં દુષ્ટ અને અધમ આચરણ અનુસાર નહિ વર્તતાં મારા નામને શોભે એવો વર્તાવ કરીશ ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પ્રભુ યહોવા કહે છે કે, હે ઇઝરાયલ લોકો, જ્યારે મારા નામની ખાતર હું તમને તમારાં ભૂંડાં આચરણ પ્રમાણે તેમ જ તમારાં ભ્રષ્ટ કૃત્યો પ્રમાણે [શિક્ષા] નહિ કરું, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જ્યારે તમારા દુષ્ટ માર્ગો અને તમારા અધમ આચરણને કારણે મારે તમારી સાથે જે રીતે વર્તવું જોઇએ તેમ ન કરતાં મેં મારા નામને ગૌરવ અપાવે તેની વર્તણૂક તમારી સાથે કરી છે એમ તમે જાણશો ત્યારે તમને ખાતરી થશે કે હું યહોવા છું.” આ યહોવા મારા માલિકના વચન છે.