Ezekiel 20:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓને કહે, પ્રભુ યહોવાહ કહે છે: "જે દિવસે મેં ઇઝરાયલને પસંદ કર્યો, મેં યાકૂબના વંશજોની આગળ સમ ખાધા, હું મિસર દેશમાં તેઓની આગળ પ્રગટ થયો, જ્યારે મેં તેઓની આગળ સમ ખાધા હતા કે, 'હું યહોવાહ તમારો ઈશ્વર છું'
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આમ કહે છે: જ્યારે મેં ઇઝરાયલને પસંદ કર્યો અને ઇજિપ્ત દેશમાં યાકોબના વંશજો સમક્ષ મારો પરિચય આપ્યો, ત્યારે મેં તેમને સોગંદપૂર્વક જણાવ્યું હતું કે હું તમારો ઈશ્વર છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
અને તેઓને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, જે દિવસે મેં ઇઝરાયલને પસંદ કર્યો છે, ને યાકૂબના સંતાનોની આગળ સમ ખાધા, ને હું મિસર દેશમાં તેમની આગળ પ્રગટ થયો, જ્યારે મેં તેઓની આગળ સમ ખાધા કે, હું યહોવા તમારો ઈશ્વર છું;
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું તને જણાવું છું તે તેઓને કહી સંભળાવ; ‘ઇસ્રાએલની મેં પસંદગી કરી ત્યારે મેં તેઓને વચન આપ્યું હતું તેમને દર્શન દીધાં હતાં, ત્યારે મેં પ્રતિજ્ઞાપૂર્વક તેમને જણાવ્યું હતું કે, હું તમારો દેવ યહોવા છું.