Ezekiel 22:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"હે મનુષ્ય પુત્ર, ઇઝરાયલી લોકો મારે માટે નકામા કચરા જેવા છે. તેઓ ભઠ્ઠીમાં રહેલા પિત્તળ, કલાઈ, લોખંડ તથા સીસા જેવા છે. તેઓ તારી ભઠ્ઠીમાં ચાંદીના કચરા જેવા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલી લોકો મારે માટે કચરા જેવા સાવ નકામા છે. તેઓ તો ચાંદી ગળાઇ ગયા પછી ભઠ્ઠીમાં રહી ગયેલાં તાંબુ, કલાઇ, લોખંડ અને સીસા જેવા છે; તેઓ તો રૂપાના ભેગ જેવા છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“હે, મનુષ્યપુત્ર, ઇઝરાયલનું કુળ મને કથીરરૂપ થઈ પડ્યું છે. તેઓ સર્વ ભઠ્ઠીમાંનું પિત્તળ, કલાઈ લોઢું તથા સીસું છે; તેઓ રૂપાનો ભેગ છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલીઓ મારે માટે કચરા જેવા નકામા છે. તેઓ ચાંદીને શોધ્યા પછી ભઠ્ઠીમાં રહેલા તાંબા, કલાઇ, લોઢા અને સીસા જેવા છે.