Ezekiel 22:20 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જેમ લોકો ચાંદી, પિત્તળ, લોખંડ, સીસા તથા કલાઈને ભેગા કરીને ભઠ્ઠીમાં નાખીને અગ્નિ સળગાવીને ગાળે છે, તેવી જ રીતે હું તમને મારા રોષમાં તથા ક્રોધમાં ભેગા કરીને ભઠ્ઠીમાં નાખીને ઓગાળીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જેમ લોકો રૂપાને, તાંબાને, લોઢાને, સીસાને અને કલાઇને ભઠ્ઠીમાં ભેગા કરીને તેમને આગથી ગાળે છે તેમ હું તમને મારા રોષમાં અને ક્રોધમાં આ શહેરમાં એકત્ર કરીને પિગાળીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેમ લોકો રૂપાને, પિત્તળને, લોઢાને, સીસાને, તથા કલાઈને ભઠ્ઠીમાં ભેગા કરીને તેમના પર હું મારા રોષમાં તથા ક્રોધમાં તમને ભેગાં કરીને તથા ત્યાં નાખીને તમને પિગાળીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
જેમ ચાંદી, પિત્તળ, લોખંડ, સીસા અને જસતને શુદ્ધ કરવા માટે ભઠ્ઠીમાં અગ્નિ વડે ગળાય છે, તેવી જ રીતે હું તમને મારા રોષમાં ભેગા કરીને તમને ભઠ્ઠીમાં ઓગળવા માટે મૂકી દઇશ.