Ezekiel 22:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
દેશના લોકોએ જુલમ ગુજાર્યો છે અને લૂંટ કરી છે, તેઓએ ગરીબો તથા જરૂરતમંદો સાથે દુર્વ્યવહાર કર્યો છે, વિદેશીઓને ન્યાયથી વંચિત રાખીને તેઓની સાથે જુલમ કર્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
દેશના અનેક લોકો પણ ધાકધમકીથી પૈસા પડાવે છે. તેઓ ગરીબો અને ગરજવાનો પર અત્યાચાર કરે છે અને પરદેશીઓ પર બળજબરી કરી ગેરલાભ ઉઠાવવામાં પાછા પડતા નથી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
દેશના લોકોએ જુલમ ગુજાર્યો છે, ને લૂંટ કરી છે. હા, તેઓએ ગરીબોને તથા કંગાલોને હેરાન કર્યા છે, ને પરદેશીઓ ઉપર નાહક જુલમ ગુજાર્યો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“સામાન્ય લોકો પણ જુલમમાં ડુબેલા હોય છે, તેઓ ગરીબો અને જરૂરતમંદોને લૂંટે છે અને વિદેશીઓને ન્યાયથી વંચિત રાખીને તેમની સાથે દુર્વ્યવહાર કરે છે.