Ezekiel 23:10 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ તેની નિર્વસ્ત્રતા ઉઘાડી કરી. તેઓએ તેના દીકરાઓ તથા દીકરીઓ લઈ લીધાં, તેઓએ તેને તલવારથી મારી નાખી, તે બીજી સ્ત્રીઓમાં શરમરૂપ થઈ ગઈ, કેમ કે તેઓએ તેનો ન્યાય કરીને તેને શિક્ષા કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમણે તેને નગ્ન કરી, તેનાં પુત્રપુત્રીઓને પકડયાં અને તેને તલવારથી મારી નાખી. તેમણે કરેલા તેના હાલહવાલને લીધે તે સ્ત્રીઓમાં બદનામ થઈ ગઈ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ તેની નગ્નતા ઉઘાડી કરી. તેઓએ તેના પુત્રો તથા પુત્રીઓને પકડી લીધા, ને તેને તો તેઓએ તરવારથી મારી નાખી. અને તે સ્ત્રીઓમાં કહેવતરૂપ થઈ પડી, કેમ કે તેઓએ તેનો ન્યાય કરીને તેને શિક્ષા કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓએ તેના કપડાં ઉતારી લીધા. તેને મારી નાખી અને તેના સંતાનોને પોતાના ગુલામો તરીકે લઇ ગયા. તે એક પાપી સ્ત્રી તરીકે સમગ્ર દેશની સ્ત્રીઓમાં કુખ્યાત બની. કારણ કે તેના આચરણ પ્રમાણે તેને યોગ્ય શિક્ષા થઇ હતી.