Ezekiel 23:15 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓએ કમરે કમરબંધ બાંધેલા હતા અને માથે સુંદર સાફા બાંધેલા હતા. તેઓમાંના બધા દેખાવમાં રાજ્યઅમલદારો જેવા લાગતા હતા. તેઓની જન્મભૂમિ ખાલદી દેશ છે, તે બાબિલના વતની જેવા લાગતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેમની કમરે કમરબંધ હતાં અને તેમણે માથે રંગિત સાફા બાંધેલા હતા. તેઓ ખાલદી દેશના રાજવંશી બેબિલોની પુરુષો જેવા દેખાતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જેમની કમરો પર કમરબંધ બાંધેલા હતા, ને તેમનાં માથાં પર રંગિત શિરપેચ હતા. દેખાવમાં તેઓ સર્વ રાજવંશીઓ જેવા હતા, એટલે જેમની જન્મભૂમિ ખાલદી દેશ છે, તે બાબિલવાસીઓ જેવા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેમણે કમરે કમરબંધ અને માથે સુંદર સાફા બાંધેલા હતા. એ બધા જ અધિકારીઓ તરીકે ઉત્તમ લાગતાં હતાં. તેઓ બાબિલના ગૌરવ અને ખાલદીયોના વતની જેવા સુંદર લાગતા હતા.