Ezekiel 23:29 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ તને ધિક્કારશે; તેઓ તારી બધી સંપત્તિ લઈ લેશે અને તને ઉઘાડી કરી મૂકશે. તારા વ્યભિચારની ભ્રષ્ટતા એટલે તારાં શરમજનક કાર્યો તથા તારો વ્યભિચાર ઉઘાડાં થશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ તારી સાથે ધિક્કારપૂર્વક વર્તશે અને તારી બધી કમાણી તારી પાસેથી આંચકી લેશે અને તને નિર્વ ઉઘાડી છોડી દેશે અને એમ તારી વેશ્યાગીરી એટલે તારી લાજ અને લંપટતા ખુલ્લાં પડી જશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓ તારા પર પોતાનું વૈર લેશે, ને તારી સર્વ મહેનતના ફળ નું હરણ કરશે, ને તેને નગ્ન તથા ઉઘાડી કરી મૂકશે. અને તારા વ્યભિચારની નગ્નતા, [એટલે] તારી લંપટતા તથા તારો વ્યભિચાર બન્ને ઉઘાડાં થશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અને તેઓ તને ધિક્કારે છે એટલે તેઓ તારા પરિશ્રમની કમાણી ઝૂંટવી લેશે અને તને બિલકુલ ઉઘાડી અને નગ્ન કરી મૂકશે. આમ, તું વારાંગના તરીકે ઉઘાડી પડી જઇશ.