Ezekiel 23:30 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેં ગણિકા જેવું કાર્ય કર્યું છે, પ્રજાઓની પાછળ જઈને તેમની પ્રેમીકા થઈ છે અને તેઓની મૂર્તિઓથી તેં પોતાને અપવિત્ર કરી છે, માટે આ સર્વ દુઃખો તારા પર લાવવામાં આવશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અન્ય પ્રજાઓની સાથે સાથે તું પણ વ્યભિચારી બની; એટલે કે તેમની મૂર્તિઓથી તારી જાતને ભ્રષ્ટ કરી છે, તેથી એ બધું તારા પર વીતવાનું છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેં વંઠી જઈને વિદેશીઓનું અનુકરણ કર્યું છે તેને લીધે, ને તું તેઓની મૂર્તિઓથી ભ્રષ્ટ થઈ છે માટે એ દુ:ખો તારા પર ગુજારવામાં આવશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેં બીજી પ્રજાઓના દેવોની પૂજા કરી અને તેઓની મૂર્તિઓથી તે પોતાને અપવિત્ર કરી છે માટે આ સર્વ વિપત્તિઓ તારા પર લાવવામાં આવશે.