Ezekiel 23:32 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રભુ યહોવાહ આમ કહે છે: 'તું તારી બહેનનો પ્યાલો પીશે, તે ઊંડો અને મોટો છે; તું હાંસીપાત્ર થશે અને તું મજાકનો વિષય બનશે- તે પ્યાલામાં ઘણું સમાય છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ પરમેશ્વર કહે છે: “તું તારી બહેનના પ્યાલામાંથી પીશે. તે પ્યાલો મોટો અને ઊંડો છે. એમાં જે ઘણુંબધું ભરેલું છે તેને લીધે બધાં તારી હાંસી કરશે અને તારી મજાક ઉડાવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પ્રભુ યહોવા કહે છે કે, તારી બહેનનો પ્યાલો જે ઊંડો તથા મોટો છે તે તારે પીવો પડશે; તિરસ્કારસહિત તારી હાંસી થશે. ને તુચ્છકારસહિત તારું હાસ્ય થશે. તે [પ્યાલા] માં બહું માય છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા મારા માલિકના આ વચન છે: “તારે તારી બહેનનો પ્યાલો પીવો પડશે, એ પ્યાલો ઉંચો છે અને ઊંડો છે. એ ઉપહાર અને મશ્કરીથી છલોછલ ભરેલો છે.