Ezekiel 23:4 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓમાંની મોટી બહેનનું નામ ઓહોલાહ હતું અને નાની બહેનનું નામ ઓહોલીબાહ હતું. તેઓ બન્ને મારી થઈ અને તેઓને દીકરાઓ તથા દીકરીઓ થયાં. તેઓનાં નામોના અર્થ આ છે: ઓહોલાહનો અર્થ સમરૂન અને ઓહોલીબાહનો અર્થ યરુશાલેમ છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
મોટીનું નામ ઓહોલા હતું; જે સમરૂન નગર સૂચવે છે અને નાનીનું નામ ઓહલીબા હતું; જે યરુશાલેમ સૂચવે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓમાંની મોટીનું નામ ઓહોલા હતું, ને તેની નાની બહેનનું નામ ઓહોલિબા હતું. તેઓ મારી થઈ, ને તેમને પુત્રો તથા પુત્રીઓ થયાં. તેઓના નામ આ છે. સમરૂન [નું નામ] ઓહોલા. ને યરુશાલેમ [નું નામ] ઓહોલિબા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
મોટીનું નામ ઓહલાહ હતું અને નાનીનું નામ ઓહલીબાહ હતું. તેઓ બંને મારી થઇ અને મારાથી તેમને સંતતિ થઇ. ઓહલાહ એટલે સમરૂન અને ઓહલીબાહ એટલે યરૂશાલેમ.