Ezekiel 23:40 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
વળી તમે સંદેશાવાહકો મોકલીને દૂર દૂરથી માણસોને બોલાવ્યા- હવે જુઓ,! તેઓ આવ્યા, તેઓને માટે તેં સ્નાન કર્યું, આંખોમાં કાજળ લગાવ્યું અને ઘરેણાંથી પોતાને સુશોભિત કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એમણે સંદેશકો મોકલીને દૂર દૂરથી માણસોને તેડાવ્યા અને તેઓ આવ્યા ત્યારે બે બહેનોએ સ્નાન કર્યું અને આંખોમાં ક્જળ આંજીને શૃંગાર સજયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી તે ઉપરાંત તમે દૂરથી માણસોને તેડી મંગાવ્યા છે. તેમની પાસે સંદેશિયાને મોકલ્યો, એટલે જુઓ, તેઓ આવ્યા, તેઓને માટે તેં સ્નાન કરીને પોતાની આંખોમાં અંજન આંજીને શૃંગાર સજ્યો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“વળી એમણે સંદેશાવાહકો મોકલીને દૂર દૂરથી માણસોને બોલાવ્યા. જ્યારે તેઓ આવ્યા ત્યારે તમે તેઓનું સ્વાગત કર્યું. તમે સ્નાન કર્યું, આંખોમાં કાજળ આંજયું અને વસ્ત્રાભૂષણ ધારણ કર્યા.