Ezekiel 23:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેણે તેઓને એટલે આશૂરના માણસોને પોતાની જાતને ગણિકા તરીકે સોંપી દીધી, જે સર્વ વડે તે વિલાસી થઈ હતી. તેઓ આશૂરના સર્વોત્તમ દિલપસંદ પુરુષો હતા. તેણે તેઓની મૂર્તિઓ વડે પોતાને અશુદ્ધ કરી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ઓહોલાએ આશ્શૂરના એ બધા સર્વશ્રેષ્ઠ પુરુષો સાથે વેશ્યાગીરી આદરી અને જેમના પર તે મોહી પડી હતી તે સૌની મૂર્તિઓની પૂજા કરીને તેણે પોતાને ભ્રષ્ટ કરી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેણે પોતાની આબરૂ તેમને સોંપી દીધી, તેઓ સર્વ તો આશૂરના સર્વોત્તમ દિલપસંદ પુરુષો હતા. જે સર્વની ઉપર તે આશક થઈ, તેમની સર્વ મૂર્તિઓ વડે તેણે પોતાને ભ્રષ્ટ કરી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી તેણે પસંદ કરેલા આશ્શૂરી પુરુષો સાથે વ્યભિચારનું પાપ કર્યું. તેણીએ તેઓની મલિન મૂર્તિઓની પૂજા કરીને પોતાની જાતને અશુદ્ધ કરી.