Ezekiel 24:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં, યહોવાહે તે કહ્યું છે અને તે પ્રમાણે થશે અને હું તે પૂરું કરીશ, હું પીછેહઠ કરીશ નહિ. દયા રાખીશ નહિ. તારાં આચરણ પ્રમાણે અને તારાં કૃત્યો પ્રમાણે તેઓ ન્યાય કરશે." એવું પ્રભુ યહોવાહ કહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું પ્રભુ એ બોલ્યો છું. મારે કાર્ય કરવાનો સમય આવ્યો છે. હું તે પડતું મૂકીશ નહિ, દયા રાખીશ નહિ કે એનો મને ખેદ પણ થશે નહિ. તારાં આચરણો ને તારાં કૃત્યો પ્રમાણે તને સજા થશે જ. હું પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું યહોવા તે બોલ્યો છું; તે પૂરું થશે, ને હું તે કરીશ; હું પાછો હઠીશ નહિ, દયા રાખીશ નહિ, ને હું અનુતાપ કરીશ નહિ; તારાં આચરણો પ્રમાણે ને તારાં કૃત્યો પ્રમાણે તેઓ તારો ન્યાય કરશે, એમ પ્રભુ યહોવા કહે છે.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“‘આ મેં યહોવાએ કહ્યું છે અને તે, એ પ્રમાણે બનશે જ. હું એ પ્રમાણે જ કરીશ. જરા પણ પીછેહઠ કરીશ નહિ. દયા નહિ ખાઉં, ને હું મારો નિર્ણય પણ બદલીશ નહિ. તને તારી વર્તણૂંક માટે અને તારા દુષ્કૃત્યો માટે સજા થશે જ. આ યહોવા મારા માલિકના વચન છે.’”