Ezekiel 24:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તું ચૂપચાપ નિસાસા નાખજે. મૃત્યુ પામેલા માટે અંતિમ યાત્રાની વ્યવસ્થા કરતો નહિ. તારા માથે પાઘડી બાંધ અને તારા પગમાં ચંપલ પહેર. તું તારા હોઠને ઢાંકતો નહિ કે જે માણસ પોતાની પત્ની ગુમાવ્યાને કારણે શોક કરે છે તેની રોટલી ખાતો નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ખુંબ ધીમેથી ડુસકાં ભર; શોક નહિ કરતાં તું તારે માથે પાઘડી પહેર અને પગમાં જોડા પહેર; તારે તારું મુખ ઢાંકવાનું નથી અથવા શોક-ભોજનમાંથી ખાવાનું નથી.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
નિસાસા નાખજે, પણ મૂંગો રહીને, મૂએલાને માટે શોક ન કરતો, માથે તારો ફેંટો બાંધ, પગે તારાં પગરખાં પહેર, તારા હોઠો ઢાંકતો નહિ, ને [મરેલા] માણસની રોટલી ખાતો નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારા ડૂસકાં સંભળાવા જોઇએ નહિ, તારા ઉત્તમ સાફા અને ઉત્તમ પગરખા તું પહેરજે, તારા હોઠને તું ઢાકતો નહિ કે તું શોકની રોટલી ખાતો નહિ કે શોકના રીતરિવાજો પાળતો નહિ.”