Ezekiel 24:6 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
માટે પ્રભુ યહોવાહ કહે છે: કઢાઈની માફક જેની અંદર મેલ છે, જેમાંથી મેલ કદી નીકળ્યો નથી એવી ખૂની નગરીને અફસોસ. તેમાંથી ટુકડે ટુકડે લો, પણ તેના પર ચિઠ્ઠી નાખવાની નથી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ પરમેશ્વર આમ કહે છે: “આ ખૂની નગરની અંતઘડી આવી પહોંચી છે. એ તો જે કદી સાફ કરવામાં નહિ આવેલી તથા કટાઈ ગયેલ દેગ જેવું છે. તેમાંથી માંસના એક પછી એક એમ બધા ટુકડા બહાર કાઢવામાં આવે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એ માટે પ્રભુ યહોવા કહે છે કે, કઢાઈની જેમ જેની અંદર મેલ છે, ને જેનો મેલ તેમાંથી નીકળી ગયો નથી, એવા ખૂની નગરને અફસોસ! ટુકડે ટુકડે તેને બહાર કાઢો, તેના પર ચિઠ્ઠી નાખવાની નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“‘યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: એ ખૂનીઓની નગરી, તારી પર આફત આવશે! તું કટાઇ ગયેલી કઢાઇ જેવી છે, જેનો કાટ કદી ઊખડે એમ નથી. તું દુષ્ટતાથી ભરેલી છે. તેથી એક પછી એક ટુકડા લઇ લેવામાં આવે છે. પણ કોઇ તે ખાવાના નથી.