Ezekiel 25:3 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આમ્મોન લોકોને કહે: 'પ્રભુ યહોવાહનું વચન સાંભળો. પ્રભુ યહોવાહ કહે છે કે: જ્યારે મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કરવામાં આવ્યું, જ્યારે ઇઝરાયલનો દેશ વેરાન થયો હતો ત્યારે તમે તેની હાંસી ઉડાવી અને જ્યારે યહૂદિયાના લોકો બંદીવાસમાં ગયા ત્યારે તમે તેઓની વિરુદ્ધ કહ્યું છે કે, "વાહ!"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તું તેમને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: મારું મંદિર અપવિત્ર થતું જોઈને, ઇઝરાયલનો દેશ વેરાન થતો જોઈને અને યહૂદિયાના લોકોને દેશનિકાલ થતાં જોઈને તમે રાજીરાજી થઈ ગયા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓને કહે કે, પ્રભુ યહોવાનું વચન સાંભળો. પ્રભુ યહોવા કહે છે કે, જ્યારે મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કરવામાં આવ્યું, જ્યારે ઇઝરાયલનો દેશ વેરાન થયો, જ્યારે યહૂદિયાન લોકો બંદીવાસમાં ગયા, ત્યારે તેમની વિરુદ્ધ તેં વાહ વાહ કર્યું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓને કહે: ‘યહોવા મારા માલિકના વચનો સાંભળો: જ્યારે મારું મંદિર અશુદ્ધ બનાવાયું હતું ત્યારે તમે મશ્કરી કરી; જ્યારે ઇસ્રાએલ દેશની તારાજી થતી હતી ત્યારે તમે તેની હાંસી ઉડાવી અને જ્યારે યહૂદાના લોકોને બંદીવાસમાં લઇ જવાતા હતા ત્યારે તમે આનંદ મનાવ્યો.