Ezekiel 25:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી જુઓ, હું મારો હાથ લંબાવીને તમને મારીશ અને લૂંટ થવા માટે તમને પ્રજાઓના હાથમાં સોંપી દઈશ. હું બીજા લોકોમાંથી તમારો નાશ કરીશ. હું રાષ્ટ્રોમાંથી તમારો નાશ કરીશ ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું!'"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એને લીધે હું તમારી વિરુદ્ધ મારો હાથ ઉગામીશ અને તમને અન્ય પ્રજાઓના હાથમાં સોંપી દઈશ. તેઓ તમને લૂંટી લેશે. હું તમારો એવો ભારે વિનાશ કરીશ કે તમારું પ્રજા તરીકેનું અસ્તિત્વ નાબૂદ થઈ જશે અને તમારો દેશ નષ્ટ થઈ જશે; ત્યારે તમે જાણશો કે હું પ્રભુ છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે માટે જો, મેં તારા પર મારો હાથ ઉગામ્યો છે, ને હું લૂંટ કરવા માટે તને વિદેશીઓના હાથમાં સોંપી દઈશ. અને હું તને પ્રજાઓમાંથી નાબૂદ કરીશ, ને રાષ્ટ્રોમાંથી હું તારો વિનાશ કરીશ. હું તારો નાશ કરીશ. ત્યારે તું જાણશે કે હું યહોવા છું.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી હું તમારી સામે મારો હાથ ઉગામીશ અને ઘણી પ્રજાઓના હાથમાં તમને સોંપી દઇશ અને તમારો નાશ કરીશ. હું તમને તમારા દેશમાંથી બહાર કાઢી મૂકીશ. હું દૂરના રાષ્ટ્રોમાં તમારો નાશ કરીશ ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.’”