Ezekiel 26:17 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેઓ તારે માટે વિલાપ કરશે અને કહેશે, તું એક વિખ્યાત નગરી હતી! તારામાં ખલાસીઓ રહેવાસીઓ હતા, તું અને તારા વતનીઓ સમુદ્રમાં પરાક્રમી હતા. તેમણે તેમાં રહેતા દરેક પર ધાક બેસાડ્યો છે,
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ તારે વિશે આ શોકગીત ગાશે: હે ખ્યાતનામ નગરી, તારો કેવો નાશ થયો છે! તારે ત્યાં સાગરખેડૂઓ વસતા હતા. તારી અને તારા રહેવાસીઓની સમુદ્ર વિસ્તારમાં આણ પ્રવર્તતી હતી. દરિયા કાંઠાના તમામ લોકો પર તમારી ધાક હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પછી તેઓ તારે વિષે એક પરજિયો ગાઈને તને કહેશે. ‘તું એક પ્રખ્યાત નગરી હતી, તારામાં ખલાસીઓની વસતિ હતી, તું ને તારા રહેવાસીઓ સમુદ્ર પર પરાક્રમી હતા, તમણે તેમાં આવજા કરનાર સર્વ ઉપર પોતાનો ધાક બેસાડ્યો હતો. તારો કેવો વિનાશ થયો છે!’
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ તારે માટે આ મરશિયા ગાશે: “‘ઓ વિખ્યાત નગરી! આ તે તારો કેવો વિનાશ તું સમુદ્રમાંથી સાફ થઇ ગઇ! તું અને તારા વતનીઓ સમુદ્ર પર ગવિર્ષ્ઠ હતાં. અને આખા સાગરકાંઠાના વતનીઓ તારાથી ડરતા રહેતા હતા.