Ezekiel 26:7 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રભુ યહોવાહ કહે છે: જુઓ! હું તૂરની વિરુદ્ધ બાબિલના રાજા, રાજાઓના રાજા નબૂખાદનેસ્સારને ઉત્તરમાંથી ઘોડાઓ, રથો, ઘોડેસવારો તથા ઘણા લોકોનાં જૂથો સહિત લાવીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ પરમેશ્વર કહે છે: “હું બેબિલોનના રાજાધિરાજ નબૂખાદનેસાર પાસે તૂર પર ચડાઈ કરાવીશ અને તે ઘોડાઓ, રથો અને ઘોડેસ્વારો સહિતનું વિશાળ સૈન્ય લઈને ઉત્તરમાંથી ચઢી આવશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, જો, હું તૂર ઉપર ઉત્તરમાંથી બાબિલપતિ રાજાધિરાજ નબૂખાદનેસ્સારને ઘોડાઓ, રથો, ઘોડેસવારો તથા ઘણા લોકના જથા સહિત ચઢાવી લાવીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: “તૂરની વિરુદ્ધ હું બાબિલના રાજા, રાજાઓના રાજા નબૂખાદરેસ્સારને ઉત્તરમાંથી મોટું સૈન્ય, રથો તથા ઘોડેસવારો સાથે લાવીશ.