Ezekiel 27:11 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારા સૈન્ય સાથે આર્વાદ તથા સિસિલના માણસો તારા કિલ્લાની ચારેબાજુ હતા. ગામ્માદીઓ તારા બુરજોમાં હતા! તેઓએ પોતાની ઢાલો તારી દીવાલો પર ચારેબાજુ લટકાવેલી હતી, તેઓએ તારું સૌંદર્ય સંપૂર્ણ કર્યું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આર્વાદના સૈનિકો તારા કોટની ચોકી કરતા હતા અને ગામાદના માણસો તારા બુરજો સાચવતા હતા. તેઓ તારા કોટ પર પોતાની ઢાલો લટકાવતા હતા. તેમણે જ તને સર્વાંગસુંદર બનાવ્યું હતું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા કોટ પર ચોતરફ તારા સૈન્ય સાથે આર્વાદમા માણસો હતા, ગામાદીઓ તારા બુરજોમાં હતા. તેઓએ તારા કોટ પર ચોતરફ પોતાની ઢાલો લટકાવી હતી. તેઓએ તારું સૌદર્ય સંપૂર્ણ કર્યું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
આર્વાદ અને સિસિલના સૈનિકો તારા કિલ્લાનું રક્ષણ કરતા હતા. ગામ્માદના માણસો તારા બુરજોમાં ફરજ બજાવતા હતા. તેઓની ઢાલો તારી દિવાલોની ઉપર લટકાવેલી હતી, જે તારા ગૌરવમાં વધારો કરતી હતી,