Ezekiel 27:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારી પાસે બનાવેલો માલ ઘણો હોવાને લીધે અરામ તારી સાથે વેપાર કરતું હતું. તેઓ નીલમણિ, મૂલ્યવાન જાંબુડિયાં રંગના વસ્ત્રો, ભરતકામ, બારીક શણ, મોતી તથા માણેક આપીને તારો માલ લેતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અરામના લોકો તારો વિવિધ જાતનો માલ ખરીદતા અને બદલામાં તને નીલમ, જાંબુડિયા રંગનું કાપડ, બુટ્ટાદાર વસ્ત્રો, બારીક શણ, પરવાળાં અને માણેક આપતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારી કારીગરીનો માલ પુષ્કળ હોવાને લીધે અરામ તારી સાથે વેપાર કરતો હતો. તેઓ નીલમણિ, જાંબુડિયાં [વસ્ત્રો], ભરતકામ, બારીક શણ, પરવાળા તથા માણેક આપીને તારો માલ લેતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
અરામ તેના વેપારીઓ મોકલીને તારી ઉત્પન્ન કરેલી વસ્તુઓ ખરીદતું હતું. તેઓ નીલમણિ, મૂલ્યવાન જાંબુડિયાં રંગના વસ્ત્રો, ભરતકામ કરેલી વસ્તુઓ, બારીક મલમલ, પરવાળાં તથા કિંમતી પત્થરો આપતા હતા.