Ezekiel 27:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારા માલની સાથે તેઓ ઉત્તમ વસ્તુઓ, નીલ તથા ભરતકામના તાકા, દોરડાથી બાંધેલા, એરેજકાષ્ટની બનાવેલી કિંમતી વસ્ત્રની પેટીઓથી તારી સાથે વેપાર કરતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેઓ તને કીમતી કાપડ, જાંબુડિયા રંગનું કાપડ, ભરતકામ, જાજરમાન રંગબેરંગી ગાલીચા અને ગૂંથેલાં મજબૂત દોરડાં વેચતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા બીજા માલની સાથે તેઓ સારી સારી વસ્તુઓ, નીલ તથા ભરતકામના તાકા, ને દોરડાંથી બાંધેલી, એરેજકાષ્ટની બનાવેલી કિંમતી વસ્ત્રની પેટીઓનો તારી સાથે વેપાર કરતા હતા.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેઓ તને જાતજાતનો કિંમતી માલ, મોંઘું જાંબુડિયા રંગનું કાપડ અને કિનખાબ, ભભકાભર્યા રંગોના ગાલીચા અને ગૂંથેલા મજબૂત દોરડાં વેચતા હતા.