Ezekiel 27:36 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પ્રજાઓના વેપારીઓ ડરીને બૂમો પાડે છે; તું ભયરૂપ થયું છે, તું ફરી કદી હયાતીમાં આવશે નહિ!"
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તું કાયમને માટે નાશ પામ્યું છે. તારો ભયંકર નાશ જોઈને આખી દુનિયાના વેપારીઓ ગભરાઈ ઊઠયા છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
[અન્ય] પ્રજાઓના વેપારીઓ ત્રાહે ત્રાહે પોકારે છે; તું ત્રાસરૂપ થઈ પડ્યું છે, ને તું ફરી કદી હયાતીમાં આવશે નહિ.”
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
દુનિયાભરના વેપારીઓ ડરીને ચીસો પાડી ઊઠયા છે; કારણ કે તારો અંત ભયંકર આવ્યો છે. સદાને માટે હવે તારો નાશ થયો છે. હવે તો તું ફરિ કદી હયાતીમાં આવશે નહિ!’”