Ezekiel 27:7 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારાં સઢ મિસરના ભરતભરેલા વસ્ત્રમાંથી બનાવ્યાં હતાં, તે તારી નિશાનીની ગરજ સારતો હતો, તારી છત અલીશા ટાપુઓના નીલ તથા જાંબુડિયાં વસ્ત્રની હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
બહુ દૂરથીય ઓળખાઈ જાય તેવાં તારાં સઢ ઇજિપ્તના ભરત ભરેલાં અળસીરેસાનાં કાપડનાં હતાં. જે તારે માટે વજની ગરજ સારતાં હતાં. તારી છત એલીશા બેટોના નીલા તથા જાંબુડિયા કાપડની હતી.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારો સઢ મિસરના ભરત ભરેલા શણનો હતો, તે તારી નિશાનની ગરજ સારતો. તારી છત અલિશાહના બેટોમાંથી [લાવવામાં આવેલા] નીલ તથા જાંબુડિયા [કપડા] ની હતી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારા સઢ મિસરના ભરતભરેલા કાપડમાંથી બનાવ્યા હતાં, જે તારા માટે વાવટાનું કામ કરતા હતા. તારી છત અલીશાહ ટાપુઓના નીલ અને જાંબુડિયા કાપડમાંથી બનાવી હતી.