Ezekiel 27:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ગેબાલથી આવેલા કુશળ કારીગરો તારું સમારકામ કરતા હતા. દેશપરદેશથી સમુદ્રના બધાં વહાણો તથા ખલાસીઓ તારે ત્યાં વેપાર કરવા માટે આવતા હતા.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારી મરામત કરનાર સુથારો ગેબાલના કુશળ કારીગરો હતા. સમુદ્રમાં અવરજવર કરતાં બધાં વહાણોના ખલાસીઓ તારે ત્યાં માલ ખરીદવા આવતા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ગેબાલના આગેવાનો તથા તેના કુશળ માણસો તારી તૂટફાટ દુરસ્ત કરનાર હતા. તારો માલ વેચવાસાટવાને પોતપોતાના ખલાસીઓ સહિત સમુદ્રગમન કરનારાં સર્વ વહાણો તારા બંદરમાં હતાં.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ગેબાલથી આવેલા કુશળ કારીગરો તારું સમારકામ કરતાં હતાં. દેશપરદેશથી સાગરના બધાં વહાણોના ખલાસીઓ તારે ત્યાં વેપાર કરવા માટે આવતા હતા.