Ezekiel 28:16 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારા વધતા જતા વ્યાપારથી તું હિંસાખોર થઈ ગયો, તેં પાપ કર્યું. આથી મેં તને ભ્રષ્ટ ગણીને ઈશ્વરના પવિત્ર પર્વત પરથી ફેંકી દીધો છે. હે રક્ષણ કરનાર કરુબ, અગ્નિના પથ્થરોમાંથી મેં તારો વિનાશ કર્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તારો વેપાર વધી ગયો હોવાથી તું હિંસક બન્યો અને પાપ કરવા લાગ્યો. તેથી મેં તને પતિત ગણીને મારા પવિત્ર પર્વત પરથી હાંકી કાઢયો, તારું રક્ષણ કરનાર દૂતે પણ તને ઝળહળતાં રત્નોમાંથી હાંકી કાઢયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા પુષ્કળ વેપાને લીધે તારું અંત:કરણ અન્યાયથી ભરપૂર થયું, ને તેં પાપ કર્યું છે; માટે મેં તને ભ્રષ્ટ ગણીને ઈશ્વરના પર્વત પરથી ફેંકી દીધો છે. અને, હે આચ્છાદાન કરનાર કરુબ, અગ્નિના પથ્થરોમાંથી મેં તારો વિનાશ કર્યો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારો વધતો જતો વ્યાપાર તને હિંસામાં અને પાપમાં ખેંચી ગયો. આથી મેં તને દેવના પવિત્ર પર્વત પરથી હાંકી મૂક્યો. જે દેવ દૂત તારું રક્ષણ કરતો હતો તેણે તને ઝળહળતાં રત્નોમાંથી તગેડી મૂકયો.