Ezekiel 28:18 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તારાં ઘણાં પાપોથી અને તારા વેપારમાં દગા કરીને, તેં તારા પવિત્રસ્થાનો ભ્રષ્ટ કર્યાં છે! આથી, મેં તારામાં અગ્નિ સળગાવ્યો છે; તે તને ભસ્મ કરશે. તને જોનારા સૌની નજરમાં મેં તને રાખ કરી નાખ્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેં તારા વેપારધંધામાં એટલો ભ્રષ્ટાચાર કર્યો છે કે તારા પવિત્રસ્થાનોને પણ અપવિત્ર બનાવ્યાં છે. આથી મેં તૂર શહેરને આગ લગાડી અને તારા સર્વ પ્રેક્ષકોનાં દેખતાં તું બળીને ભસ્મીભૂત બની ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારા પુષ્કળ અન્યાયથી, તારા વેપારમાં દગો કરીને, તેં તારાં શુદ્ધસ્થાનોને ભ્રષ્ટ કર્યાં છે. એ માટે મેં તારામાં અગ્નિ પ્રગટાવ્યો છે, તેણે તને ભસ્મ કર્યો છે, ને તારા સર્વ પ્રેક્ષકોની નજરમાં મેં પૃથ્વી પર તને ભસ્મ કરી નાખ્યો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારા વેપારમાં તેં એટલાં બધાં પાપો અને ષ્ટતા આચર્યા કે તારા મંદિરો પણ ષ્ટ થઇ ગયા. આથી, હે તૂર, મેં તને આગ ચાંપી અને તને બાળીને ભોંયભેગો કરી દીધો. આજે તને જોનારા સૌ કોઇ તને ભસ્મીભૂત થયેલો જુએ છે.