Ezekiel 28:23 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું તારી અંદર મરકી તથા તારી શેરીઓમાં ખૂનામરકી મોકલીશ, હત્યા કરાયેલા તેમાં પડશે. જ્યારે તલવાર તારી વિરુદ્ધ ચારેબાજુથી આવશે, ત્યારે તું જાણશે કે હું યહોવાહ છું!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તારે ત્યાં રોગચાળો મોકલીશ અને તારી શેરીઓમાં કત્લેઆમ ચલાવીશ. ચારે બાજુથી તારા પર આક્રમણ થશે અને તારાં માણસો માર્યા જશે ત્યારે તું જાણશે કે હું પ્રભુ છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કેમ કે હું તેની અંદર મરકી તથા તેની શેરીઓમાં ખૂનરેજી મોકલીશ, ઘાયલ થયેલાઓ તેમાં પડશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું તારા પર મરકી મોકલીશ. તારી શેરીઓમાં લોહી વહેશે. કારણ, જેઓની હત્યા થઇ છે તેઓ ત્યાં પડ્યા છે. પછી તને ખાતરી થશે કે હું યહોવા છું.’”