Ezekiel 29:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે સૌથી નીચું રાજ્ય હશે, અને તે કદી બીજી પ્રજાઓ સામે ઊંચું કરવામાં આવશે નહિ. હું તેઓને એવા ઘટાડી દઈશ કે તેઓ બીજી પ્રજાઓ પર રાજ કરી શકશે નહિ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તે સૌથી નિર્બળ રાજ્ય થશે અને ફરી કદી બીજી પ્રજાઓ સામે માથું ઊંચકશે નહિ. હું તેમને એટલા પામર બનાવી દઈશ કે તેઓ બીજી પ્રજાઓ પર હકૂમત ચલાવી શકશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે સૌથી પામર રાજ્ય થશે. અને તે ફરીથી કદી [બીજી] પ્રજાઓની સામે ગર્વ કરશે નહિ. હું તેમને એવી રીતે ઘટાડીશ કે, તેઓ કદી [બીજી] પ્રજાઓ પર હકૂમત ચલાવી શકશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
બધા રાજ્યોમાં તે નાનામાં નાનું રાજ્ય હશે. અને તે કદી બીજી પ્રજાઓ પર સત્તા નહિ ચલાવી શકે, હું તેમને એવા તો પામર બનાવી દઇશ કે તેઓ બીજી પ્રજાઓને તાબે નહિ કરી શકે.