Ezekiel 29:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે મિસરના બધા રહેવાસીઓ જાણશે કે હું યહોવાહ છું, તેઓ ઇઝરાયલીઓને માટે બરુની લાકડીના ટેકા જેવા થયા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
ત્યારે ઇજિપ્તના બધા લોકો જાણશે કે હું પ્રભુ છું.” પ્રભુ કહે છે કે, “ઇઝરાયલીઓએ સહાય માટે તમ ઇજિપ્તીઓ પર આધાર રાખ્યો પણ તમે તો બરુના સાંઠા જેવા પુરવાર થયા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે મિસરના સર્વ રહેવાસીઓ જાણશે કે હું યહોવા છું, કેમ કે તેઓ ઇઝરાયલના વંશજોને બરુના ટેકા જેવા થયા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યારે મિસરના બધા લોકોને ખબર પડશે કે હું યહોવા છું. “‘તેં ઇસ્રાએલીઓને આપેલો ટેકો બરુની લાકડીના ટેકા સમાન હતો.