Ezekiel 3:14 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પછી આત્મા મને ઊંચે ચઢાવીને દૂર લઈ ગયો; હું દુ:ખી થઈને તથા મારા આત્મામાં ક્રોધી થઈને ગયો, કેમ કે, યહોવાહનો હાથ પ્રબળ રીતે મારા પર હતો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પછી આત્માએ મને ઊંચકી લીધો અને પ્રભુના પરાક્રમી પ્રભાવે મારો સજ્જડ કબજો લીધો. તેથી હું કચવાતે મને ધૂંધવાઈને ગયો.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
એમ આત્મા મને ઊંચો ચઢાવીને લઈ ગયો; અને હું દુ:ખી થઈને તથા મનમાં તપી જઈને ગયો, ને યહોવાનો હાથ મારા પર સબળ હતો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પછી આત્મા મને ઉપાડી ગયો અને હું દુ:ખી થઇને ક્રોધ અનુભવતો સાથે ગયો. પરંતુ યહોવાનો હાથ પ્રબળ રીતે મારા પર હતો.