Ezekiel 3:18 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
જ્યારે હું દુષ્ટને કહું કે, 'તું નિશ્ચે માર્યો જશે' જો તું તેને નહિ ચેતવે કે, તેને બચાવવા સારુ તેને તેનાં દુષ્ટ કાર્યોથી ફરવાની ચેતવણી નહિ આપે, તો તે દુષ્ટ તેના પાપને કારણે મરશે, પણ તેના રક્તનો જવાબ હું તારી પાસેથી માગીશ.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું કોઈ દુષ્ટને મોતની સજા ફરમાવું અને જો તું તેને તેનો જીવ બચાવવાને તેનો દુરાચાર છોડી દેવા ચેતવે નહિ, તો તે દુષ્ટ તેની દુષ્ટતામાં મરશે; પરંતુ તેના મૃત્યુ માટે હું તને જવાબદાર ઠેરવીશ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે હું દુષ્ટને કહું કે, તું નક્કી માર્યો જશે, ત્યારે જો તું તેને ન ચેતવે, ને દુષ્ટનો જીવ બચાવવા માટે, તેને તેના કુમાર્ગથી [ફરવાને] ચેતવણી ન આપે, તો તે દુષ્ટ માણસ તો તેની દુષ્ટતામાં મરશે; પણ તેના રક્તનો જવાબ હું તારી પાસેથી માગીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું કોઇ દુષ્ટ માણસને મોતની સજા કરું અને તું જો તેને ચેતવે નહિ કે, ‘તું તારો દુષ્ટ વ્યવહાર છોડી દે નહિ તો મરી જઇશ;’ તે તો તેના પાપે મરશે પણ તેના મૃત્યુ માટે હું તને જવાબદાર લેખીશ.