Ezekiel 3:23 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેથી હું ઊઠીને બહાર મેદાનમાં ગયો, જે ગૌરવ મેં કબાર નદીની પાસે જોયું હતું તેવું જ યહોવાહનું ગૌરવ ત્યાં ઊભું હતું; હું ઊંધો પડી ગયો.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
તેથી હું ઊઠયો અને ખીણપ્રદેશમાં ગયો અને ત્યાં મને કબાર નદીએ થયું હતું તેવું પ્રભુના ગૌરવનું દર્શન થયું. મેં ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કર્યાં.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
ત્યારે હું ઊઠીને મેદાનમાં ગયો. અને, જુઓ, જે ગૌરવ મેં કબાર નદીની પાસે જોયું હતું તે જ પ્રમાણે યહોવાનું ગૌરવ ત્યાં ઊભું હતું; અને હું ઊધો પડી ગયો.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તેથી હું ઊઠીને મેદાનમાં ગયો અને ત્યાં મને કબાર નદી પર થયા હતાં તેવા યહોવાના ગૌરવનાં દર્શન થયાં, મેં સાષ્ટાંગ પ્રણામ કર્યા.