Ezekiel 3:9 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
મેં તારું કપાળ ચકમક કરતાં વજ્ર જેવું કઠણ કર્યું છે. જો કે તેઓ બંડખોર પ્રજા છે, તોપણ તું તેઓથી બીશ નહિ, તેમ જ તેમના ચહેરાથી ગભરાઈશ નહિ."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તને ચકમકના ખડક જેવો સખત અને હીરા જેવો કઠણ બનાવીશ. તેઓ બળવાખોર પ્રજા હોવા છતાં ત્યારે તેમનાથી બીવું નહિ, તેમ જ ગભરાવું પણ નહિ.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તારું કપાળ મેં ચકમક કરતાં કઠણ વજ્ જેવું કર્યું છે! જો કે તેઓ બંડખોર પ્રજા છે, તોપણ તારે તેઓથી બીવુ નહિ, તેમ જ તેમના ચહેરા જોઈને ગભરાવું પણ નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું તને કાળમીઠ પથ્થર જેવો, અરે! વજ્ર જેવો કઠણ બનાવીશ. માટે તું એ બંડખોરોથી બીશ નહિ, ગભરાઇશ નહિ.”