Ezekiel 30:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું મિસરમાં અગ્નિ સળગાવીશ, સીનમાં ભારે આફત આવશે, નોનો ભાંગી પડશે. નોફને દુશ્મનો રાતદિવસ હેરાન કરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું ઇજિપ્તને આગ લગાડીશ અને સીન પર ભારે આપત્તિ આવી પડશે. નો નગરના કોટ ભાંગીને ભૂકો થઈ જશે અને નોફ શહેરમાં પૂરનાં પાણી ફરી વળશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું મિસરમાં આગ સળગાવીશ, સીન પર ભારે આપત્તિ આવી પડશે, નો ભાંગીતૂટી જશે. અને દુશ્મનો નોફને રાતદિવસ હેરાન કરશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું મિસરને આગ ચાંપીશ અને પાપનું નગર ભયથી થરથરી ઊઠશે. નોફની દિવાલમાં ગાબડાં પડશે અને, મેમ્ફિઓના દુશ્મનો તેમને રાતદિવસ હેરાન કરશે.