Ezekiel 30:21 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
"હે મનુષ્યપુત્ર, મેં મિસરના રાજા ફારુનનો હાથ ભાંગી નાખ્યો છે. જુઓ, તને ફરીથી તલવાર પકડી જશે એવો મજબૂત કરવા સારુ દવા લગાડીને તેના પર પાટો બાંધી લીધો નથી."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“હે મનુષ્યપુત્ર, મેં ઇજિપ્તના રાજા ફેરાનો હાથ ભાગી નાખ્યો છે. કોઈએ તેને પાટો બાંધ્યો નથી કે કોઈએ તેને ઝોળીમાં ભેરવ્યો નથી કે જેથી તે સાજોસમો થઈને ફરીથી સ્વસ્થ બની તલવાર પકડી શકે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
“હે મનુષ્યપુત્ર, મેં મેસરના રાજા ફારુનનો હાથ ભાંગી નાખ્યો છે. અને તેને ફરીથી તરવાર પકડી શકે એવો મજબૂત થવા માટે દવા લગાડીને તેના પર પાટો બાંધી લીધો નથી.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હે મનુષ્યના પુત્ર, મેં મિસરના રાજા ફારુનનો હાથ ભાંગી નાખ્યો છે. કોઇએ એને પાટો બાંધ્યો નથી કે એને ઝોળીમાં નથી મૂક્યો, જેથી તે તરવાર પકડવા જેટલી શકિત ફરીથી મેળવે.”