Ezekiel 30:24 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું બાબિલના રાજાના હાથ બળવાન કરીશ અને તેના હાથમાં મારી તલવાર આપીશ જેથી હું ફારુનના હાથ ભાંગી નાખીશ. પ્રાણઘાતક ઘા વાગેલો માણસ જેમ નિસાસા નાખે તેમ તે બાબિલના રાજાની આગળ નિસાસા નાખશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું બેબિલોનના રાજાના હાથ મજબૂત કરીશ અને મારી તલવાર તેના હાથમાં આપીશ. પણ હું ઇજિપ્તના રાજાના હાથ તોડી નાખીશ અને તે મરણતોલ ઘાયલ થઈને પોતાના શત્રુઓ સમક્ષ કણસશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
વળી હું બાબિલના રાજાના હાથ બળવાન કરીશ, ને મારી તરવાર તેના હાથમાં આપીશ, પણ હું ફારુનના હાથ ભાંગી નાખીશ; ને પ્રાણઘાતક ઘા વાગેલો માણસ જેમ કણે તેમ જ એ [બાબિલના રાજા] ની આગળ કણશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
ત્યાર બાદ હું બાબિલના રાજાના હાથ મજબૂત કરીશ અને તેમાં મારી તરવાર પકડાવીશ. પણ મિસરના રાજાના હાથ હું ભાંગી નાખીશ અને તે પોતાના દુશ્મનો સામે વધ થયેલા માણસની જેમ ચીસો પાડતો રહેશે.