Ezekiel 30:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે હું બાબિલના રાજાના હાથ બળવાન બનાવીશ, ફારુનના હાથ નીચા પડશે, હું બાબિલના રાજાના હાથમાં મારી તલવાર આપીશ, તે તેનાથી મિસર દેશ પર હુમલો કરશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું જરૂર બેબિલોનના રાજાના હાથ બળવાન બનાવીશ, પણ ફેરોના હાથ નિર્બળ બનાવી દઈશ. હું બેબિલોનના રાજાના હાથમાં મારી તલવાર મૂકીશ અને તે તેને ઇજિપ્ત સામે ઉગામશે ત્યારે દરેક માણસ જાણશે કે હું પ્રભુ છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું બાબિલના રાજાના હાથ બળવાન કરીશ, ને ફારુનના હાથ હેઠા પડશે. જ્યારે હું મારી તરવાર બાબિલના રાજાના હાથમાં આપીશ, ને તે તેને મિસર દેશ પર લંબાવશે, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“હું જરૂર બાબિલના રાજાના હાથ બળવાન બનાવીશ, પણ ફારુનના હાથ નબળાં પડી જશે, હું બાબિલના રાજાના હાથમાં મારી તરવાર આપીશ અને તે મિસર તરફ તેને લંબાવશે ત્યારે સૌને ખાતરી થશે કે હું યહોવા છું.