Ezekiel 30:5 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કૂશ, પૂટ તથા લૂદ અને બધા પરદેશીઓ, તેમ જ તેઓની સાથે કરારથી જોડાયેલા લોકો પણ તલવારથી પડી જશે."
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ યુદ્ધમાં કૂશના, પૂટના, લૂદના સર્વ અરબી પ્રદેશો તથા કૂબના સૈનિકો માર્યા જશે. તેમજ ઇજિપ્ત સાથે સંધિથી જોડાયેલા અન્ય લોકોનો પણ સંહાર થશે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
કૂશ, પૂટ, લૂદ તથા સર્વ મિશ્ર લોકો, તથા કૂબ તેમ જ તેમની સાથે સંપીલા દેશના લોકો તેમની સાથે તરવારથી માર્યા જશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“‘દેશમાં ભારે દુ:ખ થશે તેની સાથે જ કૂશના, પૂટના અને લૂદના તેમજ અરબસ્તાનના અને બાબિલના લોકો તેમ જ મિસર સાથે સંધિથી જોડાયેલા બીજા લોકો પણ યુદ્ધમાં માર્યા જશે.