Ezekiel 30:6 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
યહોવાહ આમ કહે છે: મિસરને ટેકો આપનારાઓ પડી જશે અને તેઓના સાર્મથ્યનું અભિમાન ઊતરી જશે. મિગ્દોલથી તે સૈયેને સુધી તેઓના સૈનિકો તલવારથી પડી જશે." આમ પ્રભુ યહોવાહ કહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
પ્રભુ કહે છે: “ઉત્તરના મિગ્દોલ નગરથી દક્ષિણના સૈયેને નગર સુધીના ઇજિપ્તના ટેકેદારો યુદ્ધમાં તલવારથી માર્યા જશે અને પોતાની લશ્કરી તાક્તનો ઈજિપ્તનો ઘમંડ ઓસરી જશે. હું, પ્રભુ પરમેશ્વર એ બોલ્યો છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
યહોવા કહે છે કે મિસરને ટેકો આપનારો માર્યા જશે, ને તેના સામર્થ્યનો ગર્વ ઊતરી જશે, પ્રભુ યહોવા કહે છે કે, મિગ્દોલથી સૈયેને સુધી તેમાંના લોકો તરવારથી માર્યા જશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“‘યહોવા મારા માલિકના આ વચન છે: મિસરના સર્વ મિત્ર રાજ્યોનું પતન થશે અને તેના સાર્મથ્યના અભિમાનનો અંત આવશે. ઉત્તરમાં મિગ્દોલથી તે દક્ષિણમાં આસ્વાન સુધીના સર્વ તરવારથી નાશ પામશે. એમ યહોવા મારા માલિક જાહેર કરે છે.