Ezekiel 30:9 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તે દિવસે નિશ્ચિંત રહેનારા કૂશીઓને ભયભીત કરવા માટે સંદેશાવાહક મારી આગળથી વહાણોમાં જશે, મિસરના દિવસે આફત આવી હતી તેમ તેઓ મધ્યે આફત આવી પડશે. તે દિવસ આવી રહ્યો છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
એ દિવસ આવશે અને ઇજિપ્ત નાશ પામ્યું હશે ત્યારે હું દરિયાઈ માર્ગે વહાણોમાં સંદેશકોને કૂશ મોકલીશ અને ત્યાં નિશ્ર્વિંત્ રીતે જીવતા કૂશીઓને સાવધ કરી દઈશ અને તેઓ ભયભીત થઈ જશે. એ દિવસ હવે આવી જ રહ્યો છે.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તે દિવસે નિશ્ચિત રહેનારા કૂશીઓને ભયભીત કરવા માટે મારી હજૂરમાંથી ખેપિયા વહાણવાટે જશે; અને મિસરની આફત ના સમયમાં આવી હતી તેવી ભારે આપત્તિ તેઓ ઉપર આવી પડશે; કેમ કે જુઓ, તે આવે છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“‘જ્યારે એ દિવસ આવશે અને મિસરનો નાશ થયો હશે ત્યારે હું વહાણોમાં ખેપિયાઓ મોકલીને નિશ્ચિંત જીવે વસતા કૂશના વતનીઓને ચેતવીશ અને તેઓ ભયભીત થઇ જશે. એ દિવસ આવી રહ્યો છે!’”