Ezekiel 31:12 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
પરદેશીઓ જે બધી પ્રજાઓ માટે ત્રાસરૂપ છે, એવા પરદેશીઓએ તેનો સંહાર કર્યો છે, તેને તજી દીધું છે. તેની ડાળીઓ પર્વતો પર તથા ખીણોમાં પડેલી છે, તેની ડાળીઓ ઝરણાંઓ પાસે ભાંગી પડેલી છે. પછી પૃથ્વીની સર્વ પ્રજાઓએ તેની છાયામાંથી જતા રહીને તેને છોડી દીધું છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
અત્યંત નિર્દય પરદેશીઓ એને કાપી નાખશે, ને તેને પડયું રહેવા દેશે. એનાં તૂટેલાં ડાળાંપાંખળાં દેશના બધા પર્વતો પર, ખીણોમાં અને વહેળાઓ પાસે વેરાશે. એની છાયામાં નિવાસ કરતી પ્રજાઓ એનો ત્યાગ કરશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પ્રજાઓમાંના જે સૌથી નિર્દય છે એવા પરદેશીઓએ તેનો સંહાર કર્યો છે, ને તેને પડતું મૂક્યું છે. તેની ડાળીઓ પર્વતો પર તથા સર્વ ખીણોમાં પડેલી છે, ને તેની ડાંખળીઓ દેશના સર્વ વહેળાઓ પાસે ભાંગી પડેલી છે, અને તેની છાયામાંથી જતા રહીને પૃથ્વીની સર્વ પ્રજાઓએ તેને તજી દીધું છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
પ્રજાઓમાં અતિશય ક્રૂર એવા પરદેશીઓ તેને કાપીને ભોંયભેંગા કરી દેશે. તેની ડાળીઓ પર્વતો પર, ખીણોમાં અને નદીઓમાં વિખેરાઇ જશે. તેની છાયા તળે આશ્રય લેનારી પ્રજાઓ તેને ત્યાં જ છોડીને ચાલી જશે.