Ezekiel 32:12 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું તારા ચાકરોને યોદ્ધાઓની તલવારથી પાડીશ, તેઓ પ્રજાઓમાં સૌથી નિર્દય છે. આ યોદ્ધાઓ મિસરનું ગૌરવ ઉતારશે અને તેના લોકોનો નાશ કરશે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું પ્રજાઓમાં સૌથી ઘાતકી એવા શૂરવીર સૈનિકોની તલવારથી તારા સમસ્ત જનસમુદાયનો સંહાર કરાવીશ. તે ઇજિપ્તના ગૌરવને ધૂળમાં મેળવી દેશે અને તારા સર્વ જનસમુદાયનો નાશ થશે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું તારા જનસમૂહને શૂરવીરોની તરવારથી પાડીશ. તેઓ સર્વ પ્રજાઓમાં સૌથી નિર્દય છે; અને તેઓ મિસરનો ગર્વ ઉતારશે, ને તેનો સર્વ જનસમૂહ નાશ પામશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું બાબિલના રાજાના અતિ હિંસક વિશાળ સૈન્ય દ્વારા તારો વિનાશ કરીશ, અને તેઓ મિસરની મિલકતને લૂંટી લેશે. અને આખી સેનાનો નાશ કરી નાખશે.