Ezekiel 32:13 — Compare Translations

4 translations compared side by side

Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
કેમ કે હું મહાજળ પાસેથી તેનાં બધાં પશુઓનો પણ નાશ કરીશ; માણસનો પગ પાણીને ડહોળશે નહિ કે પશુઓની ખરીઓ તેઓને ડહોળશે નહિ!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તારી મોટી નદી પાસેનાં સર્વ પશુઓનો સંહાર કરીશ. એ પછી પાણીને ડહોળીને મેલાં કરવા કોઇ જનજનાવર રહેશે નહિ.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
હું મહા જળ પાસેથી તેનાં બધાં પશુઓનો પણ વિનાશ કરીશ. ત્યારપછી માણસનો પગ તેમને કદી હેરાન કરશે નહિ. તેમ જ પશુઓની ખરીઓ તેમને હેરાન કરશે નહિ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
તારી નદીઓ પાસે ચરનાર તારાં સર્વ ઘેટાંબકરાં અને ઢોરઢાંખરનો હું નાશ કરીશ. કોઇ માણસ કે પશુ જીવતા નહિ હોય કે જે તે પાણીને ડહોળે.