Ezekiel 32:14 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
ત્યારે હું તેઓની નદીઓને શાંત કરી દઈશ અને તેઓની નદીઓને તેલની જેમ વહેવડાવીશ." આમ પ્રભુ યહોવાહ કહે છે!
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
હું તારા બધાં જળાશયોને કરીને સ્વચ્છ કરી દઇશ અને તારી નદીઓનાં પાણીને તેલની જેમ શાંત રીતે વહેવા દઇશ. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
પ્રભુ યહોવા કહે છે કે, ત્યારે હું તેમનાં પાણી નીતર્યા કરીશ, ને તેમની નદીઓને તેલની માફક વહેવડાવીશ.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
હું તારા બધાં જળાશયોને ઠરીને સ્વચ્છ થવા દઇશ અને તારી નદીઓને જૈતૂનના તેલની જેમ શાંતપણે વહેતી કરીશ.” યહોવા મારા માલિકે આ કહ્યું.