Ezekiel 32:15 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
હું મિસર દેશને પૂરેપૂરો ઉજ્જડ તથા તજી દીધેલું સ્થાન બનાવી દઈશ; જ્યારે હું તેના બધા રહેવાસીઓ પર હુમલો કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
જ્યારે હું ઇજિપ્તને ઉજ્જડ તથા વેરાન કરી મૂકીશ અને તેની સર્વ સમૃદ્ધિ ચાલી જશે અને તેની આખી વસ્તીનો સંહાર કરીશ ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
જ્યારે હું મિસર દેશને ઉજ્જડ તથા વેરાન કરીશ, એટલે જેથી તે ભરપૂર હતો તે વગરનો તેને કરી નાખીશ, જ્યાર તેમાં રહેનારાં સર્વનો હું સંહાર કરીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“જ્યારે હું મિસરને ઉજ્જડ અને વેરાન બનાવી દઇશ અને ત્યાંની આખી વસ્તીનો સંહાર કરીશ ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.