Ezekiel 32:16 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આ ગીત ગાઈને તેઓ વિલાપ કરશે. પ્રજાની દીકરીઓ વિલાપગાન ગાઈને રૂદન કરશે; તેઓ મિસર માટે વિલાપ કરશે. તેઓ આખા સમુદાય માટે વિલાપ કરશે." આમ પ્રભુ યહોવાહ કહે છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
આ વિલાપ ગીત છે. દેશવિદેશની પ્રજાઓની સ્ત્રીઓ ઇજિપ્ત અને તેના લોકો માટે વિલાપ કરતાં એ ગાશે. હું, પ્રભુ પરમેશ્વર, એ બોલ્યો છું.”
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આ પરજિયો ગાઈને તેઓ વિલાપ કરશે. વિદેશીઓની પુત્રીઓ તે ગાઈને વિલાપ કરશે. પ્રભુ યહોવા કહે છે કે, તેઓ તે ગાઈને મિસરને માટે તથા તેના આખા જનસમૂહને માટે વિલાપ કરશે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“મિસરના દુ:ખોને લીધે તેઓ વિલાપ ગીતો ગાશે. મિસર અને તેની પ્રજા માટે રાષ્ટ્રોની દીકરીઓ મરશિયા ગાશે.” આ યહોવા મારા માલિકના વચન છે.