Ezekiel 32:22 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
આશૂર પોતાના લોકોની સાથે ત્યાં છે! તેની કબરો તેની આસપાસ છે. તેઓ સર્વની તલવારથી કતલ થઈ હતી.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
“આશ્શૂર પણ ત્યાં પડયું છે, તેની ચારે તરફ તેના સૈનિકોની કબરો છે. એ સર્વ યુદ્ધમાં માર્યા ગયા હતા.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
આશૂર તથા તેના સર્વ લોક ત્યાં છે; તેની કબરો તેની આસપાસ છે; તેઓ સર્વ તરવારથી કતલ થઈને પડેલા છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
“આશ્શૂર પોતાના લોકોની સાથે ત્યાં છે. તેની આસપાસ તેના સર્વ લોકોની કબરો આવેલી છે. તે સર્વ તરવારથી માર્યા ગયા હતા.