Ezekiel 32:25 — Compare Translations
4 translations compared side by side
Gujarati (IRVGUJ) (ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019)
તેની આસપાસ તેની કબરો છે. તેઓએ એલામ તથા તેના સમુદાય માટે કતલ થયેલાઓની વચમાં પથારી કરી છે; તેઓમાંના બધા બેસુન્નતીઓ તથા તલવારથી કતલ થયેલા છે. તેઓ પૃથ્વીમાં ત્રાસ લાવ્યા હતા. તેઓ કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થશે. તેઓને મારી નંખાયેલા મધ્યે મૂકવામાં આવ્યા છે.
Gujarati 2016 BSI (GUCL) (પવિત્ર બાઇબલ C.L.)
લડાઇમાં માર્યા ગયેલાઓની વચ્ચે એલામ પોઢી ગયું છે, અને તેની આસપાસ તેના સૈનિકોની કબરો છે, એ બધા બેસુન્નતીઓ લડાઇમાં માર્યા ગયા હતા. પૃથ્વીના લોકો પર તેઓ ત્રાસ વર્તાવતા હતા, પણ અત્યારે તેઓ અપમાનિત થઇને મૃત્યુલોક શેઓલમાં પડયા છે અને યુદ્ધમાં માર્યા ગયેલાઓની સ્થિતિ ભોગવે છે.
Gujarati BSI (GUOV) (પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI))
તેઓએ તેને માટે તથા તેના સર્વ જનસમૂહને માટે કતલ થયેલાઓમાં શય્યા બિછાવી છે; તેની કબરો તેની આસપાસ છે, તેઓ સર્વ બેસુન્નત તથા તરવારથી કતલ થયેલા છે; કેમ કે તેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા, ને તેઓ કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થયા છે. કતલ થયેલાઓમાં તેને મૂકવામાં આવ્યો છે.
Gujarati ERV 2003 (પવિત્ર બાઈબલ)
એલામ યુદ્ધમાં માર્યા ગયેલાઓની વચમાં પોઢી ગયું છે, અને તેની આસપાસ તેના યોદ્ધાઓની કબરો આવેલી છે. એ બધા વિશ્વાસઘાતી લોકો યુદ્ધમાં માર્યા ગયા હતા. જ્યારે તેઓ જીવતા હતા ત્યારે બધાને ભયથી થથરાવી મૂકતા હતા. પણ અત્યારે તો તેઓ પોતાની લજ્જાની સાથે નરકમાં જઇને પડ્યાં છે, અને યુદ્ધમાં માર્યા ગયેલાઓની દશા ભોગવે છે.